2. મહેસાણા જિલ્લો
મહેસાણા જિલ્લોની ભૂગોળ ની વિશે જાણીયે તો આ જિલ્લો ઇશાન ખૂણે આવેલો છે. તેનું મુખ્ય મથક મહેસાણા શહેર છે.
મહેસાણા જિલ્લાની સરહદની વાત કરો તો તેને કુલ 6 જિલ્લા ની સરહદ સ્પર્શ કરે છે જેમાં ઉત્તર દિશાએ બનાસકાંઠા, પશ્ચિમ દિશા પર પાટણ અને સુરેન્દ્રનગર, દક્ષિણમાં ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લો અને છેલ્લે પૂર્વ દિશામાં આવેલા સાબરકાંઠા જિલ્લો ને સ્પર્ષે છે. મહેસાણા જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચો.કિ.મી. છે.
મહેસાણા જિલ્લાના તાલુકા
(Trick: જોટાણા અને મહેસાણાના કવિ બહુ ગોખે તેથી એમના માટે ઉંજાંથી વિસ વડ સતલાસણા લાવવાના છે.)
1. જોટાણા
2. મહેસાણા
3. કડી
4. વિજાપુર
5. બહુચરાજી
6. બોજારીયા
7. ખેરાલુ
8. ઉંજાં
9. વિસનગર
10. વડનગર
11. સતલાસણા
મહેસાણાની વિષેશતા
ઘઉંના વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન
ઘઉંના ઉત્પાદનમાં બીજા સ્થાને (પ્રથમ અમદાવાદ)
મહેસાણામાં ગુજરાતનો પ્રથમ પાતાળકૂવો ખેદાયો (1935)
“મહેસાણી ભેંશ” અને ફુદેડાના ચપ્પા પ્રખ્યાત છે.
મહેસાણાના ચંદ્રાસણ ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ “કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ” આવેલ છે.
હડ્ડપીય સંસ્ક્ર્તિ ના નાગરો : લાંઘણજ અને કોટ-પેઢમાણી
મહેસાણા
મેસાજી ચાવડાએ આ નગર વસાવ્યું હતું.
“સીમંધર જૈન દેરાસર” “72 કોઠાની વાવ”
શંકુ વોટર પાર્ક આવેલું છે.
મહેસાણામાં દૂધસાગર ડેરી આવેલી છે જેનું ઉદઘાટન માનસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
તારંગા
“તારણદુર્ગ” અથવા “તારણગિરી”
અરવલ્લીનો જ એક ભાગ
બૌદ્ધદેવી “તારા” ની મૂર્તિ મળી આવી હોવાથી આ ડુંગરનું નામ “તારંગા” પડ્યું.
કુમારપાળે બંધાવેલું જૈન દેરાસર (કુમારપાળની મૂર્તિ પણ છે)
તારણમાતાનું મંદિર
જોગીડાની ગુફા
ધરોઈ ડેમ
મોઢેરા
પુષ્પાવતી નદી ના કિનારે વસેલું છે.
ભીમદેવ પ્રથમે “સૂર્યમંદિર” નું નિર્માણ કરાવ્યું
મોઢેશ્વરી માતા નું મંદિર
જાન્યુઆરીમાં “ઉત્તરાધ મહોત્સવ” અહીં ઉજવાય છે. જેમાં સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીત ના કાર્યક્રમ યોજવામાં આવે છે.
ઊંઝા
“મસાલાનું શહેર” તરીકે જાણીતું છે.
જીરું, ઇસગબુલ, વરિયાળીનું સૌથી મોટું ગંજ બજાર
ઉમિયામાતા નું મંદિર
“મીરાંદાતાર” મુસ્લિમ ધર્મનું પવિત્ર સ્થળ
વડનગર
પ્રાચીન નામ “અનંતપુર” કે “આનર્તપૂર”
ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર
નરેન્દ્રમોદીનું જન્મસ્થળ
વડનગર નગરોનું નગર
(હાટકેશ્વર મહાદેવ મંદિર)
અર્જુનબારી દરવાજાનો શિલાલેખ વડનગરની માહિતી આપે છે.
હ્યુ-એન-સંગએ મુલાકાત લીધી હતી.
બહુચરાજી
ભારતની 51 શક્તિપીઠો માની એક
ચૈત્ર પૂનમના રોજ મેળો ભરાય છે
“ગરબા”ના રચયિતા વલ્લભ મેવાડા અહીં ના હતા.
વિસનગર
પ્રાચીન નામ “વિસલનગર”
વિસલદેવ વાઘેલાએ વસાવ્યું
વિસનગરા બ્રાહ્મણોનું વતન
“મહાગુજરાત આંદોલન” ની છેલ્લી બેઠક અહીં થઇ હતી
વિજાપુર
શ્રીમદ્ બુદ્ધિસાગરજી દ્વારા સ્થાપિત જૈન દેરાસરો
ખરોડગામ આનંદીબેન પટેલ નું જન્મસ્થળ
ગંગાબેનને અહીંથી રેંટિયો મળેલો હતો.
ખેરવા
શિવમંદિર ઉપરાંત ગણપતિ અને હનુમાનજી ની મૂર્તિઓ સામસામે હોય તેવા મંદિરના અવશેષો મળ્યા
ગણપત યુનિવર્સીટી (સ્થાપના 2005)
ઐઠોર
પ્રાચીન નામ “અરાવતી”
ગણપતિ મંદિર
કડી
પ્રાચીન નામ “કનીપુર”
યવતેશ્વર મહાદેવ મંદિર
જુલાસણા
સુનિતા વિલિયમ્સ નું જન્મસ્થળ
પાલોદર
ચોસઠ જોગણી માતાનું મંદિર જ્યાં વરસાદ અને પાકની આગાહી નો મેળો થાય છે.
સંશોધન કેન્દ્ર
ઘઉં સંશોધન કેન્દ્ર – વિજાપુર
એગ્રિકલચર રિસર્ચ સેંટર – લાડોલ
મસાલા સંશોધન કેન્દ્ર – જગુદણ
નેશનલ રિસર્ચ ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ – બોરીયાવી
કુવા અને તળાવ
1. ધર્મેશ્વરી વાવ – મોઢેરા
2. 72 કોઠાની વાવ – મહેસાણા
3. શર્મિષ્ઠા તળાવ – વડનગર
4. દેળિયું તળાવ – વિસનગર
5. ગુંજા તળાવ – ગુંજા
6. રામકુંડ – મોઢેરા
7. શક્તિકુંડ – આખજ
8. ગૌરીકુંડ – વડનગર