1. ગુજરાતના જિલ્લા – ખેડા જિલ્લો

ખેડા જિલ્લાનું મુખ્ય મથક અને તાલુકાઓ

ગુજરાતના જિલ્લા –1. ખેડા જિલ્લો

ખેડાનું મુખ્ય મથક – નડિયાદ
કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે: (7 જિલ્લા) અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા આણંદ

ખેડા જિલ્લાના તાલુકાઓ : ખેડા, નડીઆદ, મહુધા, માતર, વસો, મહેમદાવાદ, કઠલાલ, ગળતેશ્વર, ઠાસરા, કપડવંજ
યાદ રાખવાની ટ્રીક: ખેડાના નડિયાદની મહુધાવાળી માતા વસો મહેમદાવાદ કઠલાલના ગઠા કપડવંજ માં નડે છે)

ખેડાની વિષેશતા

ગુજરાતમાં સૌપ્રથમ 15 ઑગસ્ટ 1975 ના રોજ ટેલિવિઝન ની શરૂઆત ખેડાના પીજ કેન્દ્ર ખાતે થઇ હતી. (ભારતમાં સૌપ્રથમ 15 Spt 1959-દિલ્લી)
વર્ષ 1917-18માં અહીં ખેડા સત્યાગ્રહ થયો હતો .
બોરસદ સત્યાગ્રહ 1981 માં થયો હતો
કેળાનું સૌથી વધારે ઉત્પાદન ખેડામાં થાય છે.
સૌથી વધારે “દુધાળા પશુ” ખેડા માં મળે છે.
નડિયાદના ચેવડો અને ડાકોર “ગોટા” પ્રખ્યાત છે.

ચરોતર

મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ
ખેડા અને આંણદ જિલ્લા વચ્ચે ફેલાયેલો છે.
લોઅસ-બેસર પ્રકારની જમીન પર “તમાકુ” નું ઉત્પાદન સારા પ્રમાણ માં થાય છે.
સોનેરી પર્ણની ભૂમિ
ગુજરાતનો હરિયાળો બગીચો

વસો

મોતીભાઈ અમીનની જન્મભૂમિ
ગાંધીજીએ તેમને “ચરોતરનું મોતી” ની ઉપનામ આપ્યું
ગુજરાત પુસ્તકાલય પ્રવૃત્તિમાં મોટો ફાળો આપ્યો હતો.
ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી

દરબાર બોપાળદાસ
વસોના રાજવી હતા. જેમને પોતાનું રાજ-પાઠ છોડી સ્વતંત્ર આંદોલન માં જોડાયા હતા.
ઈ.સ. 1915 માં ગુજરાતમાં સૌપ્રથમ બાલમંદિર શરુ કર્યું હતું.
મોન્ટેસ્વરી પદ્ધતિથી શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.

મહેમદાબાદ

મહેમદાબાદ વાત્રક નદી ને કિનારે આવેલું છે.
મહંમદ બેગડાએ વસાવ્યું હતું.
ભમ્મરિયો કૂવો અને ચાંદા સુરજ મહેલ મહેમદાબાદમાં વાત્રક નદીને કિનારે આવેલા છે.
રોજા-રોજીનો રોજો
મુબારક સૈયદનો રોજો
ગંગનાથન અને ભીમનાથ મંદિર
વૈજનાથ શિવ મંદિર
વસંત-રાજબ સેવાદળ કેન્દ્ર જોવા મળે છે.

ડાકોર

ડાકોર ગોમતી નદી ના કિનારે વસેલું છે.
તેનું પ્રાચીન નામ : ડંકપુર
અહીં ડંકનાથ મહાદેવ નું મંદિર અને ડંક ઋષિનો આશ્રમ આવેલો છે.
પ્રસિદ્ધ ” રણછોડ રાયજીનું મંદિર” આવેલું છે.
(નોટ: ઈમાનદાર તાઝબેકરે બનાવડાવ્યું હતું)
ઈ.સ. 1156માં વજેસંગ બીડાણાંની વિનંતી થી કૃષ્ણ ડાકોરમાં બિરાજમાન થયા હતા.
બોડાણા મંદિર, લક્ષ્મી મંદિર , પુનિત આશ્રમ અને અશક્તાશ્રમ આવેલા છે.

ગળતેશ્વર

ગળતેશ્વર ને પુરાણોમાં ગાલવમુનિની “ચંદ્રહાસ નગરી” કહેવામાં આવતું હતું.
ગળતેશ્વર પર મહી અને ગળતી નદીનું સંગમ થાય છે.
1000 વર્ષ જૂનું સોલંકી યુગનું શિવાલય મળ્યું છે.
ફાગવેલ માં ભાથીજી મહારાજનું મંદિર આવેલ છે.
અહીં ઊંટડિયા મહાદેવનું મંદિર પણ આવેલ છે.

કપડવંજ

કપડવંજ મહાર નદીના કિનારે આવેલું છે.
કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં “કર્પવાણિજ્ય” (કાપડનો વેપાર)
સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી 1300 મીટર લાંબી કુંકાવાવ કપડવંજમાં આવેલ છે.
ઐતિહાસિક તોરણો પણ આવેલા છે.
રાજેન્દ્ર શાહની જન્મભૂમિ છે .

ખેડામાં જોવાલાયક સ્થળ

 • સરાદર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ
 • ગુજરાતની સાક્ષરનગરી
 • “સરસ્વતી ચંદ્ર”ના લેખક ગોવેર્ધનરામ ત્રિપાઠીનું જન્મસ્થળ
 • સંતરામ મહારાજનું મંદિર અને પૂજ્યશ્રી મોટા(ચુનીલાલ ભાવસાર) નું આશ્રમ આવેલું છે.
 • કિડની હોસ્પિટલ
 • ગરમ પાણી ના (જરા)કુંડ ખેડાના લસુન્દ્રામાં આવેલા છે.

ઈ.સ 1824 એ વડતાલ ખાતે અહીં હજાનંદ સ્વામીએ લક્ષ્મી-નારાયણ મૂર્તિની સ્થાપના કરી હતી.

નદી

 • વાત્રક
 • મહી
 • મહાર
 • શેઢી
 • લૂણી

ખેતી

તમાકુ અને ડાંગરની ખેતીમાં પ્રથમ
ચરોતરમાં કેળા ડાંગર અને તમાકુ

ઉદ્યોગ :

બીડી, નડિયાદમાં ઑટોમોબાઇલ્સ પાર્ટ્સ કેબલ વાયર્સ અને મેડિકો ઇલેટ્રોનિકસ (ટોરેન્ટ.લી કંપની)

મેળા:

ડાકોરનો માણેકઠારી (આસો શરદ પૂનમ)(ડાકોર મંદિર)-
ફાગવેલનો મેળો(કાર્તિક સુદ પૂર્ણિમા)(ભાથીજી મંદિર)

યુનિવર્સીટી

ધરમસિંહ દેસાઈ યુનિવર્સીટી, નડિયાદ (૨૦૦૦)
રંગભારતી ગ્રામ વિદ્યાપીઠ,વાસના મારગિયા
શ્રી પીઠેશ્વરી કૃષિગ્રામ વિદ્યાપીઠ,પીઠાઇ
ઈ.ખો ચાવડા ગ્રામ વિદ્યાપીઠ,કુહાનવાળી

મ્યુઝીયમ :

=ધીરજબહેન પરીખ બાળ સંગ્રાલય,પડવંજ
=ડાહીં લક્ષ્મી ગ્રંથાલય,નડિયાદ

રિસર્ચ સ્ટેશન

એગ્રિકલ્ચર રિસેર્ચ સ્ટેશન,ઠાસરા
મેઈન રાઇશ રિસર્ચ સ્ટેશન,નવાગામ

વાવ અને કુવા

 • કુંકાવાવ,
 • કાંઠાની વાવ,
 • રાણીવાવ,
 • સીગરવાવ=કપડવંજ
 • ભમ્મરિયો કૂવો
 • ગોમતી તળાવ

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.