ઇતિહાસ જાણવાના સ્ત્રોતો
તાડપત્ર અને ભોજપત્ર : તાડપત્ર એટલે તાડ વૃક્ષનાં પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. (ભાષા: સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ)
અભિલેખો : ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. (રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા)
તામ્રપત્ર : તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. (વહીવટીતંત્ર અને દાનધર્મની માહિતી મળે છે.
સિક્કા : સિક્કા પર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તથા સમય વગેરે ની માહિતી પ્રાપ્ત થાય છે. ભારતમાં ઈ.સ.પૂ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવેલ છે.
આપણા દેશ ને બે નામ થી ઓળખવામાં આવે છે : ભારત અને ઇન્ડિયા
ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. જેને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે.
ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કેહતા.
ભારત એવું નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે. ભારત નામના માનવસમૂહ આપણા દેશ ને ભારત નામ મળ્યું.
ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્ત ના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દા.ત. ઈ.સ. 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ.
ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્ત ના જન્મ પહેલા નો સમય. દા.ત. ઈ.સ.પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ના 2000 વર્ષ
અંગ્રેજી મેં ઈસવીસન ને A.D. (Anno Domni) અને ઈસવીસન પૂર્વે ને B.C. (Before Christ) કહેવાય છે.
કેટલીક વાર AD ના બદલે CE (Common Era) અને BC ને બદલે BCE(Before Common Era) પણ લખાય છે.
AD – Anno Domni – એનો અને ડોમીની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ‘In The Year of God’ ભગવાનના સમયનું વર્ષ થાય છે : AD 2018.