સામાન્ય વિજ્ઞાન – 1.જીવવિજ્ઞાન

સામાન્ય વિજ્ઞાન - જીવવિજ્ઞાન

1.જીવવિજ્ઞાન

સજીવો નો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને જીવવિજ્ઞાન (Biology) કહેવાય છે.
‘Bio'(Life-જીવન)
Logos’ (study – અધ્યયન) થી થયો છે.
જીવવિજ્ઞાન શબ્દ સૌપ્રથમ ઈ.સ. 1802માં લેમાર્ક (ફાંસ) અને ટ્રેવિરેનેસે (જર્મની)
‘જીવવિજ્ઞાન’ના પિતા અરસ્તુ (એરિસ્ટોટલ) હતા.

જીવવિજ્ઞાનની માહિતી આપતું પ્રથમ પુસ્તક :Historia Animalia
પ્રાણીવિજ્ઞાનના પિતા વીયોફેસ્ટસ છે.
વીયોફેસ્ટસ દ્વારા વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતુ પ્રથમ પુસ્તક જીવવિજ્ઞાન Plantarum લખાયું હતું. એટલે જ તેમને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવાય છે.

સજીવોનું વર્ગીકરણ

સૌપ્રથમ વર્ગીકરણના પુરાવા આદિમાનવ પાસે થી મળ્યા.
ત્યારબાદ એરિસ્ટોટલ અને સુસ્રુતના એક ગ્રંથ “સુસ્રુત સંહિતા” માંથી વર્ગીકરણના પુરાવા મળ્યા છે.

ક્રમ નામ અંગ્રેજી નામ વૈજ્ઞાનિક નામ
1 કેરી Mango

વર્ગીકરણનો ઇતિહાસ

બેન્થમ અને હુંકરે માત્ર વનસ્પતિના વર્ગીકરણનું સૂચન કર્યું.
સર જુલિયન હકસલીએ “નૂતન વર્ગીકરણ પદ્ધતિ”નું સૂચન કર્યું.
વિક્ટરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. : (મોનેરા, પ્રોટીસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી) એમ પાંચ સૃષ્ટિ સૂચવી.
હ્યુઝ નામના વૈજ્ઞાનિકે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું : બેક્ટેરિયા ડોમેન, યુકેરિયા ડોમેન, આર્કિયા ડોમેન.

કોષ અને તેની રચના
દરેક સજીવ કોષના બનેલા છે.
કોષ સજીવનો પાયાનો એટલે કે મૂળભૂત એકમ છે.
કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
આ કોષ શબ્દ લેટિન શબ્દ “Cellula” પરથી મળેલ છે. જેનો અર્થ “બંધ ઓરડો” એવો થાય છે.
કોષના અભ્યાસ કરતા વિજ્ઞાનને “સાયટોલોજી” કહેવાય છે.

ઈ.સ. 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પ્રાથમિક માઈક્રોસકોપ બનાવી ઓર્ક(બુચ)ની પાતળી ચીરનો અભ્યાસ કર્યો. તેમાં મધપૂડાના ખાન જેવી રચના જોઈ જેને કોષનું નામ આપ્યું.
ઈ.સ. 1674માં એન્ટની લ્યુવેન હોકે મુક્તજીવી બેક્ટેરિયાના કોષનો અભ્યાસ કર્યો.
ઈ.સ. 1831માં રોબર્ટ બ્રાઉને કોષકેન્દ્રનું વર્ણન કર્યું.

સજીવ

એકકોષિ સજીવ
જેમાં કોષની સંખ્યા માત્ર એક જ હોય છે.
-અમીબા
-પેરામિશ્યમ
-યુગ્લીના

બહુકોષી સજીવ
એક કરતા વધુ કોષના બનેલ હોય છે.
-માણસ
-કીટક

પ્રાણીકોષ

તે માત્ર પ્રાણીમાં જ જોવા મળે છે.
તેની પાસે હરિતકણ હોતા નથી
કોષદિવાલ હોતી નથી
રસધાની હોતી નથી. જો હોય તો સૂક્ષ્મ રસધાની હોય છે
તારાકેન્દ્ર આવેલું છે.

વનસ્પતિ કોષ

તે માત્ર વનસ્પતિમાં જોવા મળે છે.
હરિતકણ હોય છે
કોષદિવાલ હોય છે.
મોટી રસધાની હોય છે.
તારા કેન્દ્ર હોતું નથી.

કોષરસસ્તર

કોષના સૌથી બહારના આવરણ ને કોષરસસ્તર કહેવાય છે.
સીંગર અને નિકોલસ નામના વૈજ્ઞાનિકે “ફ્લુઇડ મોઝેક મોડેલ” દ્વારા તેનું બંધારણ સમજાવ્યું.
તે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે.
તે અર્ધપ્રવેશશીલ પટલ છે. તે પસંદગીમાન પ્રેવેશશીલ છે.
તે કોષમાં પ્રવેશતા અને કોષની બહાર નીકળતા દ્રવ્યોના વહનનું નિયમન કરે છે.

કોષદીવાલ

કોષદીવાલ માત્ર પ્રાણીઓમાં જોવા મળે છે. કોષરસસ્તરની બહારની બાજુ સખત આવરણ સ્વરૂપ હોય છે.
કોષદીવાલ નિર્જીવ હોય છે. તે કોષને યાંત્રિક મજબૂતાઈ અને કોષનો આકાર જાળવવાનું કાર્ય કરે છે.
કોષદીવાલ સેલ્યુલોઝ હેમીસેલ્યુલોઝ અને પેકિટનની બનેલી છે.

કોષરસ

કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ વચ્ચે રહેલા અર્ધપ્રવાહી અને રંગવિહીન આધારદ્રવ્યને કોષરસ કહેવાય છે.
કોષની મોટાભાગની ક્રિયાઓનું સ્થાન કોષરસ છે.
બંધારણ: પ્રાણી, વિવિધ પ્રકારના કાર્બોનિક અને અકાર્બોનિક ક્ષાર, પ્રોટીન, વિટામિન, ઉત્સેચક, કાર્બોદિત જેવા જૈવિક અણુઓ હોય છે.
વિવિધ પ્રકારની અંગીકાઓ કોષરસમાં પથરાયેલી હોય છે.

કોષિયઅંગીકા

અંતઃકોષરસજાળ

શોધક: પોર્ટર
સમગ્ર કોષરસના વિસ્તારમાં પથરાયેલ નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસજાળ કહેવાય છે.
તે બેવડા પડની કોથળીમય રચના છે. જેને “સિસ્તર્ની કહે છે.
તે એક છેડે કોષકેન્દ્રપટલ અને બીજે છેડે કોષરસસ્તર સાથે જોડાયેલી છે. તેના મુખ્યત્વે 2 પ્રકાર છે

ગોલ્ગીકાય

શોધક: કેમેલો ગોલ્ગી
ઉપનામ: કોષના ગેટકીપર
સિસ્ટની થપ્પીમય ગોઠવણીને ગોલ્ગીકાય કહેવાય છે. ગોલ્ગીકાયનો છેડાનો ભાગ ફૂલેલો હોય છે.
લાયસોઝોમના નિર્માણ માટે જવાબદાર છે.

લાયસોઝોમ

શોધક: ડી.ડૂબે
ઉપનામ: આત્મઘાતી કોથળી (સ્યુસાઇડલ બેગ)
લિપોપ્રોટીનના બનેલા એક જ સ્તરથી ઘેરાયેલી એક સ્તરીય પટલ ધરાવતી અંગીકા છે.
તે પાચનની ક્રિયા માટે જવાબદાર હાયડ્રોલાઈટીક પ્રકારના ઉત્સેચક ધરાવે છે.
તે કોષાંતરીય પાચન માટે જવાબદાર છે.
કોષઅંગીકાઓના ભક્ષણ અંગેના સંશોધન બદલ 2016નો તબીબી ક્ષેત્રનો નોબેલ પારિતોષિક ઓસુકી યોશીનોરીને મળ્યો હતો.

રીબોઝોમ

શોધક: પેલેડે
ઉપનામ: પ્રોટીન ફેક્ટરી કોષ એન્જિન
સૌથી નાની અંગીકા છે.
આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી એમ બનેંના આવેલા છે.
હજારો જાતના પ્રોટીનનું નિર્માણ કરે છે.

કણાભસૂત્ર

ઉપનામ: શક્તિઘર (પાવર હોઉસ)
કદ: 0.2-1 um
તે બેવડા પડની કોથળીમય રચના છે. બહારનું આવરણ સળંગ હોય છે.
જયારે અંદરનું આવરણ ગડીમય હોય છે. જેને “ક્રિષ્ટી” કહે છે.
કણાભસૂત્રમાં કોષીય શ્વસન થાય છે. જ્યાં ઓક્સિજન થઈ શક્તિનું ચલણ એવા (ATP) (એડીનોસાઈન ટ્રાઈ ફોસ્ફેટ) મુક્ત થાય છે.

તારકેન્દ્ર

શોધ: વોર્ન બેન્ડેન
વર્ણન અને નામકરણ: ટી. બોવેરી
તે માત્ર પ્રાણીકોષમાં હોય છે.
તે તારકાય નામના બે એકમો એકબીજાને કાટખૂણે ગોઠવાઈ નિર્માણ પામે છે.
કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રૂવીય ત્રાકનું નિર્માણ કરે છે.

અંતઃકોષરસજાળ

રંગકણ(ક્રોમોપ્લાસ્ટ)
આ પુષ્પ અને ફળ ને અલગ અલગ રંગ આપવાનું કામ કરે છે.

હરિતકણ (કલોરોપ્લાસ્ટ)

-કલોરોફીલ નામના લીલા રંગનું રંજકદ્રવ્ય ધરાવે છે.
-A જે પ્રકાશસંશ્લેષણ માટે મહત્વનું છે.

રંગહીનકણ (લ્યુકોપ્લાસ્ટ)

તે ખોરાકનો સંગ્રહ કણ સ્વરૂપે કરે છે.
સ્ટાર્ચ: સ્ટાર્ચ કણ(કાંજી કણ)
પ્રોટીન: સમીતાયા કણ લિપિડ-તૈલ કણ

રસધાની
કોષના કોષરસવિહીન વિસ્તારને રસધાની કહે છે.
કોષમાં ઘન કે પ્રવાહી પઢાર્થોનો સંગ્રહ કરતી રચના છે.
અમીબામાં રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે.
તે કોષને કઠોરતા, શિથિલતા અને જલ્નીયમનનું કાર્ય કરે છે.

કોષકેન્દ્ર
શોધક: રોબર્ટ બ્રાઉન
તે કોષકેન્દ્ર પટલ, કોષકેન્દ્રીકા અને રંગસૂત્રમી બનેલું છે. તે કોષનું નિયામકી કેન્દ્ર છે.

કોષકેન્દ્રપટલ
તે બેવડા પડની દીવાલ ધરાવતું આવરણ છે.
તે કોષકેન્દ્રરસને કોષરસથી અલગ પાડે છે.
તે પડ સળંગ નથી વચ્ચે વચ્ચે છિદ્રો આવેલ છે.
જેથી દ્રવ્યોની આપ-લે થઇ શકે.

રંગસૂત્ર
1-22 જોડ દૈહિક રંગસૂત્ર કહે છે.
23મી જોડ અલગ પડે છે તેને લિંગી રંગસૂત્ર કહેવાય છે. જે લિંગનું નિશ્ચયન કરે છે.
23મી જોડ XX હોય તો માદા અને XY હોય તો નર હોય છે.
સૌથી મોટું રંગસૂત્ર 1લી જોડ છે.

DNA
શોધક: વોટસન અને ક્રીક
આ રંગસૂત્ર DNA(Deoxyribonucleic Acid-ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ) ના બનેલા છે.
DNA એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણોનું વહન કરે છે.
DNAના નિશ્ચિત કદના ટુકડાને જનીન કહે છે.
જે આનુવંશિકતાનો એકમ છે.
માનવીના કોષકેન્દ્રમાં 20-25 હાજર જાનીનો હોય છે.

RNA
શોધક: વોટસન અને આર્થર (રિબોન્યૂક્લિક એસિડ)
DNA દ્વારા મળતી માહિતીને રીબોઝોમ પાસે પ્રોટીન સંશ્લેષણ માટે લઇ આવે છે.
તેના ત્રણ પ્રકાર છે : r-RNA, t-RNA, m-RNA.

શરીરના તંત્રો

મુખદ્વાર
બે ઓષ્ટ વડે ઘેરાયેલી રચના છે.

મુખગુહા
ખોરાકના પાચનની શરૂઆત મુખગુહાથી થાય છે.
મુખગુહામાં દાંત અને જીભ આવેલા છે.

જીભ
તે બોલવાનું, સ્વાદ પારખવાનું અને ખોરાકને લાળ સાથે મિશ્ર કરવાનું કાર્ય કરે છે.
તે જુદાજુદા 4 સ્વાદ અને 6 રસ પારખી શકે છે.
જીભ દ્વિતઅસ્થિ નામના અસ્થિ સાથે પાછળથી જોડાયેલી અને આગળથી મુક્ત હોય છે.
સ્વાદ પારખવા સ્વાદાંકુરો આવેલા હોય છે.

દાંત
નાના બાળકોમાં દુધિયાદાંત હોય છે જેની સંખ્યા 20 હોય હે.
દુધિયાદાંતના સ્થાને કાયમી દાંત આવે છે. જેની સંખ્યા 32 હોય છે.
દાંત કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય છે.
દાંતની ઉપર કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું મજબૂત ઈનેમલનું કવચ આવેલું છે.
4 પ્રકારના દાંત હોય છે.
દરેક જડબાના દરેક અર્ધભાગમાં નીચે મુજબ દાંત હોય છે.
પ્રકાર કામ
છેદક દાંત – કાપવાનું
રાક્ષી દાંત – ચીરવાનું
અગ્રદાઢ – ભરાડવાનું
દાઢ – દળવાનું

કંઠનળી
તે 12-12.5 cm લંબાઈ ધરાવે છે.
તે ખોરાક અને હવાનો સંયુક્ત વહનમાર્ગ છે.
કંઠનળી અન્નનળી અને શ્વાસનનળીમાં વિભાજન પામે છે.
શ્વાસનળી ઉપર એક પડદો હોય છે જેને ઘાંટીઢાંકણ કહે છે.
ખોરાક ગળવાની ક્રિયા સમયે તે બંદ રહે છે.

અન્નનળી
તેની લંબાઈ 25 cm છે.
તે માત્ર ખોરાકનું જઠર સુધી વહન કરે છે.

જઠર
તે ‘U’ આકારની સ્નાયુમય કોથળી હોય છે. શરીરના સૌથી વિસ્તૃત ભાગ છે.
તે ખોરાકનો હંગામી સંગ્રહક છે.
4-5 કલાક સુધી તે ખોરાકને જઠરરસ સાથે મિશ્ર કરી વલોવવાનું કાર્ય કરે છે.
તે જઠરરસનો સ્ત્રાવ કરે છે. જેમાં મંદ HCI, શ્લેષ્મ, રેનિન અને નિષ્ક્રિય પેપ્સીનોજન હોય છે.
રેનિન દૂધમાં રહેલા પ્રોટીન કેસીનનું પાચન કરે છે. પેપ્સીનોજન પ્રોટીનના પાચન માટે જવાબદાર છે.
શ્લેષ્મ એસિડથી જઠરની દીવાલનું રક્ષણ કરે છે.

નાનું આંતરડું
નાના આંતરડાની લંબાઈ આશરે 20 ફુટ(6.5 મીટર) જેટલી છે. (New GCERTમાં 7.5 મીટર છે)
નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશય કહેવાય છે જે ‘U’ આકારનો જોવા મળે છે.
યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ પક્વાશયમાં ઠાલવાય છે.

યકૃત
શરીરની સૌથી મોટી ગ્રંથિ છે.
તે શરીરની રાસાયણિક ફેક્ટરી છે.
તેનું વજન 1.5-2 કીગ્રા જેટલું હોય છે.
યકૃત યકૃતરસનો સ્ત્રાવ કરે છે. જે પિત્તાશય નામની કોથળીમાં સંગ્રહ પામે છે.
જેમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. આમ, યકૃતને પિત્તનું કારખાનું કહેવાય છે. તેમાં બીલીરુબીન અને બીલીવર્દીન જેવા પીળાશ પડતા બેઝિક ક્ષાર હોય છે. જે જઠરમાંથી આવતા ખોરાકની અમ્લતા દૂર કરે છે.
આ ઉપરાંત ચરબીના મોટા ગોલકને નાના ગોલકમાં ફેરવે છે.

સ્વાદુપિંડ
તે શરીરની એકમાત્ર મિશ્રગ્રંથિ છે. તે અંતઃસ્રાવી ઉપરાંત બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે.
તે બહિર્ગાવી ભાગ દ્વારા સ્વાદુપિંડરસનો સ્ત્રાવ કરે છે.
જેમાં એમાયલોઝ, લાયપેઝ, ન્યુક્લિએઝ, ટ્રીપસીનોજન જેવા ઉત્સેચક હોય છે.
તે અંતઃસ્રાવી ભાગ દ્વારા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જેમાં ઇન્સ્યુલિનનો સમાવેશ થાય છે.
ઇન્સ્યુલિન ગ્લુકોઝનું પાચન કરે છે. જો ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં સ્ત્રાવ ન થાય તો ડાયાબિટીસ થાય છે.

મોટું આંતરડું
લંબાઈ 6 ફૂટ (1.9 મીટર) છે.
અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરી ઘન સ્વરૂપમાં માલ તૈયાર કરે છે અને પાચિત ખોરાકનું શોષણ કરે છે.

મળાશય
અપાચિત અને અશોષિત ખોરાક કે જેને મળ કહે છે તેનો સંગ્રહ કરે છે.

મળદ્વાર
મળદ્વાર મારફતે મળ શરીરની બહાર ધકેલાય છે.

કંકાલતંત્ર
-શરીરને આધાર આપે છે અને નાજુક અંગોનું રક્ષણ કરે છે.
-તે મજબૂત હાડકા(અસ્થિ) અને નરમ હાડકા કૂર્ચા(કાસ્થિ) નું બનેલું છે.
-જન્મ સમયે બાળકોમાં લગભગ 300 હાડકા હોય છે જેમાં 213 અસ્થિ અને બાકીના કૂર્ચા હોય છે.
-પુખ્ત વ્યક્તિમાં હાડકાની સંખ્યા 206 હોય છે.
-હાડકામાં સૌથી વધુ માત્રામાં કોલાજન નામનું પ્રોટીન હોય છે અને હાડકાકેલ્શ્યિમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય છે.
-હાડકા વચ્ચેના પોલાણને અસ્થિમજ્જા કહે છે.
-શરીરનું સૌથી મોટું હાડકું ઉર્વસ્થિ (Femur) જાંઘમાં આવેલું છે.
-શરીરનું સૌથી નાનું હાડકું પેગડું(Stepus) છે જે કાનમાં આવેલું છે.
-હાડકાના ડોક્ટરને ઓર્થોપેડિક કહે છે.
-હાડકાના અભ્યાસની શાખાને ઓસ્ટિયોલોજી કહેવાય છે.

માનવ શરીરમાં અસ્થિની સંખ્યા
ખોપડી – 22
છાતી – 12 જોડ (24) + મુખ્ય હાડકું = 25
હાથ – 30*2 = 60
પગ – 30*2 = 60
કરોડરજ્જુ – 33
નિતંબ મેખલા – 2

રુધિરાભિષણ તંત્ર
શોધક : વિલિયમ હાર્વે

ધમની
હ્રદયથી અંગ તરફ 0 યુક્ત રુધિરનું વહન કરે છે.
અપવાદ: C0, વિહીન રુધિરનું વહન ફુપ્ફુપ્સ ધમની કરે છે.

શિરા
શિરા અંગથી હ્રદય તરફ CO₂ વિહીન રુધિરનું વહન કરે છે. ફુપ્ફુપ્સી શિરા O, યુક્ત રુધિરનું વહન કરે છે.

હ્રદય
આકાર: શંકુ
કદ: મુઠ્ઠી જેટલું
સ્થાન: શરીરની મધ્યરેખાથી સહેજ ડાબી બાજુ ફેફસામાં આવેલી હદ ખાંચમાં
વજન: જન્મ સમયે 20 ગ્રામ હોય છે.
પુરુષમાં: 300 ગ્રામ, સ્ત્રીમાં: 250 ગ્રામ

હૃદયના વાલ્વ
જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે – ત્રિદલ વાલ્વ
ડાબા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે – દ્વિદલ વાલ્વ(મિત્રલ વાલ્વ)
ધમની કે જમણું ક્ષેપક અને ફુપ્ફુપ્સ ધમની
અર્ધચંદ્રાકાર વાલ્વ “azer UTE FOR COM

માનવ હ્રદયની સમજૂતી
હ્રદયની ફરતે બેવડા પડની કોથળી આવેલી હોય છે. જન્મ સમયે હૃદયના ધબકારા -140/મિનિટ
પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારા 72/મિનિટ
હૃદયના ધબકારાનું નિયંત્રણ માટે આયન-K, અંતઃસ્ત્રાવ-એંડ્રિનાલીન.
હૃદયના ધબકારાના નિયંત્રણ મગજના લંબમજ્જા દ્વારા થાય છે તેમજ ધબકારાનો અવાજ લબડબ હોય છે.
અવાજ સાંભળવા વપરાતું યંત્ર સ્ટેથોસ્કોપ છે. જેના શોધક રેને લીનક છે.
હૃદયના ધબકારાની શરૂઆત SA ગાંઠ કરાવે છે. જે દર 0.8 સેકન્ડે કર્ણકોનું સંકોચન પ્રેરતો સંદેશો મોકલે છે, માટે પેસમેકર કહે છે.
સર્વપ્રથમ કૃત્રિમ પેસમેકર પ્રત્યારોપણ કરનાર અર્લ બેકન હતા.
હૃદય બદલવાનું ઓપરેશન ડૉ.ક્રિશ્ચિયન બર્નાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
હૃદયના સ્વાસ્થ્ય સંબંધી તકલીફ શોધવા ECG (એલેકટ્રોકાર્ડિયોગ્રામ)નો ઉપયોગ થાય છે.
તેમાં પાંચ તરંગ હોય છે તેની શોધ વિલિયમ આઈન્થોવે કરી હતી.

બ્લડ પ્રેશરની શોધ હેલ્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી.
બ્લડ પ્રેશર માપવા માટેના સાધનને સ્ફીગ્નોમેનોમીટર કહે છે.
જેનું સંશોધન સેમ્યુઅલ કાર્લ રિચર્ડસને કર્યું હતું.
બ્લડ પ્રેશરને 120/80 mmHg એમ લખાય છે. જેમાં 120 ઉપરનું (સીસ્ટોલીક) અને 80 નીચેનું (ડાયેસ્ટોલીક) એમ લખાય છે.
બંને વચ્ચેનો તફાવત 40 હોય છે જેને નાડી દબાણ કહેવાય છે.

રુધિર
તે પ્રવાહી સંયોજક પેશી છે.
શરીરમાં રુધિરની માત્રા વજનના 7% હોય છે.
પુરુષમાં: 5-6 લિટર
સ્ત્રીઓમાં: 4-5 લિટર
pH- 7.4

રુધિર રસ
55% ભાગ રુધિરનો રુધિર રસ હોય છે.
મુખ્યત્વે ત્રણ પ્રોટીન હોય છે.
(1) ફાઈબ્રીનોજન: રુધિર જામી જવા માટે (હિપેરીન જામી જતું અટકાવે)
(2) ગ્લોબ્યુમિન: પ્રતિકારતંત્ર માટે મહત્વનું છે.
(3) આબલ્યુમીન: જળ સંતુલન અને આયનિક સંતુલન માટે

રક્તકણ
નિર્માણ: અસ્થિમજ્જા
નાશ: બરોળ (રક્તકણનું સ્મશાન)
સંખ્યા: 50 થી 55 લાખ (5.0 તો 5.5)
આયુષ્ય: 120
રક્તકણમાં હિમોગ્લોબીન નામનું લાલ રંગનું આયર્ન (Fe) યુક્ત પ્રોટીન આવેલું છે.
રક્તકણ પાસે કોસકેન્દ્ર હોતું નથી.

નિર્માણ: અસ્થિમજ્જા
નાશ: રુધિરરસ
સંખ્યા: 6000-8000
આયુષ્ય: 2-3 દિવસ
કાર્ય: રોગ સામે લાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.
શરીરને ચેપ લગતા તેનું પ્રમાણ ઘટે છે.

ત્રાકકણ
નિર્માણ: અસ્થિમજજા
નાશ: બરોળ
આયુષ્ય: 7-10 દિવસ
કાર્ય: રુધિર જામી જવાની ક્રિયામાં મહત્વના છે. ડેન્ગ્યુમાં તેનું પ્રમાણ ઘટી જાય છે.

રુધિર જૂથ AB રુધિર જૂથના જનક
શોધક: કાર્લ લેન્ડસ્ટીનર, 1930માં નોબલ પ્રાઈઝ મળ્યો હતો.
AB રુધિર જૂથની શોધ: એંડ્રિનોસટીર્લિ અને ડિસ્કાટેલો.

રુધિરજૂથ કોને આપી શકે કોનું લઇ શકે?
A A,AB A,O
B A,AB B,O
AB AB A,B,AB, O
O A,B,AB, O O

ચેતાતંત્ર
તે ચેતાકોષોનું બનેલું છે. ચેતાકોષ શરીરનો સૌથી મોટો કોષ કહેવાય છે.
ચેતાતંત્ર ના પ્રકાર
મધ્યસ્થ ચેતાતંત્ર: મગજ અને કરદોરજ્જૂમાં
પરિઘવર્તી ચેતાતંત્ર: મષ્તિષ્ક ચેતા, કરોડરજ્જુ ચેતા

મગજ
મગજની ફરતે મસ્તિષ્ક આવરણ આવેલા હોય છે. જેમાં આવેલા પ્રવાહીને મસ્તિષ્ક મેરુજળ કહે છે.
ખોપરીમાં રક્ષાયેલું હોય છે. જેનું વજન 1350 ગ્રામ હોય છે.

મગજના ભાગો
1. અગ્ર મગજ
(a)બૃહદ મષ્તિષ્ક: વિચાર, વાણી, ઈચ્છા, દ્રષ્ટિ, શ્રવણ, ગંધના કેન્દ્રો, સૌથી મોટો અને વિકસિત ભાગ.
(b)થેલેમસ: દર્દ, ઠંડુ, ગરમ.
(c)હાઇપોથેલેમસ: ભૂખ, તરસ, નિંદ્રા, ગુસ્સો, ખુશીના કેન્દ્રો.

2. મધ્ય મગજ: દ્રષ્ટિ ચેતાની ચોકડી આવેલી છે. દ્રષ્ટિ, શ્રવણ, સ્પર્શ
3. પશ્વ મગજ:
– અનુમષ્તિષ્ક શરીરની સમતુલા દોડવું.
– સેતુ: તે મગજ ના ભાગોને એકબીજા સાથે જોડે છે. જાળવવી, નાય
– લંબમજ્જા: હૃદયના ધબકારા, પાચન, શ્વસન.

ચેતાઓ
(a) સંવેદી ચેતા: સંવેદનાનું વહન અંગથી મગજના ભાગો તરફ કરે છે.
(b) ચાલાક ચેતા: સંવેદનાને અનુરૂપ પ્રતિચારનું વહન મગજથી અંગ તરફ કરે છે.
(c) મિશ્ર ચેતા: તે સંવેદના અને પ્રતિચાર બંનેનું વહન કરે છે.
*મગજમાંથી 12 જોડ મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી 31 જોડ કરોડરજ્જુ ચેતા નીકળે છે.

શ્વસનતંત્ર
O ને ગ્રહણ કરી CO, ને મુક્ત કરવાની ક્રિયા. આ ક્રિયા દરમિયાન ખોરાકના ઘટકોનું ઓક્સિડેશન થઇ શરીરને ATP સ્વરૂપે શક્તિ મળે છે.

શ્વસનના પ્રકાર
જરાક શ્વસન:
ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન ગ્લુકોઝના એક અણુના જરાક શ્વસનથી 38 ATP મુક્ત થાય છે. (સુકોષકેન્દ્રમાં 36 ATP)

અરાજક શ્વસન:
ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે.
પ્રાણીઓમાં અંતિમ પેદાશ લેક્ટિક એસિડ છે.
વનસ્પતિઓમાં અંતિમ પેદાશ ઇથેનોલ છે.

નાસિક છિદ્ર
તે શ્વસન વાયુઓનું પ્રવેશદ્વાર છે.

નાસિક કોટર
નાસિક કોટરમાં સૂક્ષ્મ રોમ અને સ્લેષ્મનો સ્ત્રાવ થાય છે.
જે ધૂળના રજકણો અને સૂક્ષ્મ જીવજંતુથી રક્ષણ આપે છે.

શ્વસન તંત્ર

શ્વાસનળી
તે 12-13 cm જેટલી લાંબી હોય છે.
તેના પર “C” આકારની કાસ્થિની કડી આવેલી હોય છે.
શ્વસનમાર્ગને રૂંધાતો અટકાવે છે.

સ્વરપેટી
શ્વાસનળીના અગ્ર છેડે સ્વરપેટી આવેલી છે.
જે અવાજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.

શ્વાસવાહીની
શ્વાસનળી જમણી અને ડાબી એમ શ્વાસવાહિનીમાં રૂપાંતરિત થાય છે.
દરેક શ્વાસવાહિની પોતાની તરફના ફેફસામાં જાય છે.

ફેફસા
કરોડાન્સબી પિંજરથી રસાયેલા રચના 4 છે.
ફેફસા શંકુ આકારના હોય છે.
તે ફુપ્ફુપ્સ આવરણથી ઘેરાયેલા છે.

જામનું ફેફસું મોટું હોય છે અને 3 ખંડ ધરાવે છે.
ડાબું ફેફસું નાનું અને 2 ખંડ ધરાવે છે, તેમાં હદ ખાંચ આવેલી છે, જ્યાં હૃદય ગોઠવાય છે.
પુખ્ત વ્યક્તિમાં શ્વસનનો દર 12 થી 20 પ્રતિ મિનિટ છે.
જન્મથી 1 વર્ષ સુધીના બાળકનો શ્વસન દર 30-60 પ્રતિ મિનિટ છે.

વાયુકોષ્ઠ
તેને ફેફસાનો એકમ કહેવાય છે. પાતળી દીવાલ ધરાવતી રુધિરકોષીકાથી ઘેરાયેલી કોથળી છે. જ્યાં વાયુઓની આપ-લે થાય છે.

ઉરોદરપટલ
ઉરસગુહાને ઉદરગુહાથી છૂટો પડતો પડતો છે.
શ્વસનની ક્રિયામાં મદદ કરે છે.

અન્ય સજીવોમાં શ્વસન
અળસિયામાં ત્વચા દ્વારા શ્વસન થાય છે.
કીટકમાં શ્વસન નલિકા દ્વારા શ્વાસ લેવાય છે.
માછલી, ઝીંગા, કરચલામાં ઝાલર દ્વારા શ્વસન પ્રક્રિયા થાય છે.
દેડકામાં ફેફસા અને ત્વચા બંને દ્વારા શ્વસન થાય છે.
એકકોષી પ્રાણીમાં કોષીયકલા દ્વારા શ્વસન થાય છે.

શ્વસનતંત્રની ખામીથી થતા રોગો

બ્રોન્કાઇટીસ
વધુ પડતું ધુમ્રપાન કરવાથી થતો રોગ છે.
રહીનો અને એડીનો વાયરસથી થતો રોગ છે.

અસ્થમા(દમ)
તે એલર્જિક રોગ છે.
એન્ટીહિસ્ટેમાઇન અને એન્ટિબાયોટિક દવાથી રોગ દૂર થઇ શકે છે.

એમ્ફિસેમા
વાયુકોષ્ઠ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે

ન્યુમોનિયા
ફેફસાના વાયુકોષ્ઠ પ્રવાહીથી ભરાય જાય છે.
સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની અને ન્યૂમોકોક્સથી થતો રોગ છે.

મૂત્રપિંડ

આકાર: વાલના દાણા જેવો
વજન: 120-170 ગ્રામ
સંખ્યા: 1 જોડ(2)
દરેક મૂત્રપિંડમાં 10 લાખ ઉત્સર્ગ એકમ (નેફ્રોન) આવેલા હોય છે.
આ મૂત્રનો પીળો રંગ યુરોક્રોમ નામના રંજકદ્રવ્યને આભારી છે.
મૂત્રપિંડમાં થતી પથરી કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્ષારને કારણે હોય છે.
મૂત્રપિંડમાં થતી પથરી કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્ષારને કારણે હોય છે.
માણસના મૂત્રમાં મુખ્યત્વે યુરિયાનો ત્યાગ કરે છે.
પથરી દૂર કરવાના ઓપરેશનને લીથોટ્રોપ્સી કહેવાય છે.
વિલિયમાં ખામી સર્જાય તો ડાયાલિસીસ કરવામાં આવે છે.

હાઇપોથેલેમસ
-તે પીટચ્યુરીની સેક્રેટરી ગ્રન્થિ છે.
-આંતરમષ્તિષ્કની છત કહે છે.
-શરીરના તાપમાનનું નિયંત્રણ કરે છે.

થાયરોઇડ ગ્રંથિ
સ્થાન: ગાળાના ભાગમાં શ્વાસનલિકાની ઉપર આવેલી છે.
તે દ્વિખંડી ગ્રંથિ છે.

અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન

સ્ત્રાવ માટે આયોડીન જરૂરી છે.
આયોડીનની ઉણપથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થતો નથી અને ગ્રંથિ ફુલાય છે જેને ગોઇટર કહે છે.
કાર્ય: ચયાપચનનું નિયમન

પેરાથાઇરોઇડ
સ્થાન: થાઇરોઇડ ગ્રંથિની ઉપર 4 ખંડ આવેલા છે.
અંતઃસ્ત્રાવ: પેરાર્થોમોન
કાર્ય: કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવું.

પીનિયલ

સ્થાન: મસ્તિષ્કના અગ્રભાગમાં
ઉપનામ: જૈવિક ઘડિયાળ
અંતઃસ્ત્રાવ: મેલેટોનિન
કાર્ય: ઊગવું, જાગવું, માસિકચક્રનું નિયમન, ભૂખ લાગવી.

થાયમસ

સ્થાન: ઉરોસ્થિની નીચે આવેલી છે.
અંતઃસ્ત્રાવ: થાઈમોસીન
કાર્ય: જન્મ સમયે કદ મોટું હોય છે. પછી ધીમે ધીમે ઉંમર વધતા નાની થતી જાય છે. વૃદ્ધાવસ્થામાં અવતરણ(નાશ) પામે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જવાબદાર છે.

એડ્રિનલ

સ્થાન: મૂત્રપિંડની ઉપર શંકુ આકારે ગોઠવાયેલી છે.
ઉપનામ: Fight or Flight (લડો ય ભાગો)
એંડ્રિનાલીન: શરીરની ક્રિયા વેગીલી કરે છે.
નોરએંડ્રિનાલીન: ક્રિયાને શાંત પાડે
મિનરેલોકોર્ટિકોઇડ: પાણી-ક્ષારનું સંતુલન
ગ્લુકોકોર્ટિકોઇડ: ગ્લુકોઝનું ચયાપચન

સ્વાદુપિંડ

સ્થાન: નાના આંતરડાના શરૂઆતના “U” આકારના પાશમાં આવેલી ગ્રંથિ.
તે અંતઃસ્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે.
αકોષો: ગ્લુકેન – ગ્લાયકોજનને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે.
βકોષો: ઇન્સ્યુલિન – ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરે છે.
δકોષો: સોમેટોસ્ટેટીન – તે વૃદ્ધિ સ્ત્રાવને અવરોધે છે.
યોગ્ય માત્રમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય તો ડાયાબિટીસ થાય છે.

અંડપિંડ

સ્થાન: ઉદરગુહામાં ગર્ભાશયની બંને બાજુ
સંખ્યા: 1 જોડ
અંતઃસ્ત્રાવ: ઇસ્ટ્રોજન – સુંદરતા માટે જવાબદાર
પ્રોજેસ્ટેરોન: ગર્ભાશયના વિકાસ માટે

શુક્રપિંડ

સંખ્યા: 1 જોડ
સ્થાન: શરીરની બહાર વૃષણ કોથળીમાં ગોઠવાયેલા હોય છે.
અંતઃસ્ત્રાવ: ટેસ્ટોસ્ટેરોન
કાર્ય: નર જાતીય લક્ષણો શુક્રકોષજનનની ક્રિયા માટે.

પ્રજનન તંત્ર
દરેક સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવા સજીવને જન્મ આપવા કરવામાં આવતી ક્રિયા.
વંધ્ય સજીવો પાસે પ્રજનનક્ષમતા હોતી નથી

પ્રજનનના પ્રકાર

1. લિંગી પ્રજનન

લિંગી જનનાંગોની જરૂર પડે છે.
નાર અને માદા જન્યની જરૂર પડે છે.
ફલનની પ્રક્રિયા થઇ ફલિતાંડ બને છે.
તેના દ્વારા સર્જાતી સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોતી નથી.

2. અલિંગી પ્રજનન

નર અને માદાની જરૂર પડતી નથી.
તેના દ્વારા સર્જાતી સંતતિ પિતૃ અને એકબીજાની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે.
દા.ત. કલમ કરવી, દાબ કલમ કરવી.

3. સંજીવન શક્તિ

પ્રાણી શરીરના ટુકડા કરતા દરેક ટુકડો, ખૂટતો ભાગ વિકસાવી નવા સજીવમાં પરિણમે છે.
દા.ત. સ્પાયરોગાયરા

નર પ્રજનન

1 જોડ શુક્રપિંડ – સહાયક પ્રજનનગ્રંથી
અધિવૃષણ નલિકા – શુક્રશાય
શુક્રવાહીની – પ્રોસ્ટેટ
મૂત્રજનન માર્ગ – બલ્બોયુરેથ્રલ
શિશ્ન
શુક્રપિંડ વૃષણકોથળીમાં આવેલા છે જ્યાં તાપમાન શરીરના તાપમાન કરતા 3°C નીચું હોય છે.

માદા પ્રજનનતંત્ર

-અંડપિંડ(1 જોડ), અંડવાહિની(1 જોડ), ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, યોનિદ્વાર, 14માં દિવસે અંડપાતની ક્રિયા થાય છે જે ગર્ભધારણ માટે સર્વશ્રેષ્ઠ છે.
-ગર્ભધારણનો સમય 40 અઠવાડિયા (280 દિવસ) એટલે કે 9 મહિના છે.
-ફલનની ક્રિયા શરીરની બહાર ટેસ્ટટ્યુબમાં કરવામાં આવે જેને IVF કહેવાય છે.
-સ્ત્રીમાં કુટુંબનિયોજન માટે કરવામાં આવતા ઓપરેશનને હિસ્ટોરેકટોમી (ગર્ભાશય કાઢી નાખવું) અને ટ્યુબેકટોમી (અંડવાહિની કાપી નાખવી)
-પુરુષમાં કુટુંબનિયોજન માટે વાસેક્ટોમી(નાસબંદી) કહેવાય છે.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.