ભારતનો અમૂલ્ય ઇતિહાસ

હિસ્ટ્રી શબ્દ “હિસ્ટોરીયા” શબ્દ પર થી બનેલો છે જે ગ્રીક ભાષાનો  શબ્દ છે.

અર્થ: સંશોધન 

બનેલી ઘટનાઓનો સમૂહ એટલે ઇતિહાસ 

આપણા ઐતિહાસિક ગ્રંથોમાંથી ઇતિહાસ શબ્દ નો ઉલ્લેખ સૌપ્રથમ અથર્વવેદ માં જોવા મળે છે.

ઇતિહાસ જાણવાના સ્ત્રોત

1. આલેખિત ઇતિહાસ

-પથ્થર 

-માટીના વાસણ 

-હાડપિંજર 

-અન્ય અવષેશો 

2. લેખિત ઇતિહાસ

-ધાર્મિક સાહિત્ય 

-ધર્મેંત્તર સાહિત્ય 

-સિક્કા અને શિલાલેખો 

-વિદેશી પ્રવાસીઓની નોંધ 

ઇતિહાસના પ્રકાર 

ઇતિહાસને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. (1).પ્રાચીન ઇતિહાસ (2).મધ્યકાલીન ઇતિહાસ (3). અર્વાચીન ઇતિહાસ 

1.પ્રાચીન ઇતિહાસ 

પ્રાચીન ઇતિહાસ ના મુખ્ય 3 ભાગ છે. 1.પ્રાગ ઐતિહાસિક 2.આદ્ય ઐતિહાસિક 3.ઐતિહાસિક 

1.પ્રાગ ઐતિહાસિક

સમય: માનવીની ઉત્પત્તિથી લઈને ઈ.સ. પૂર્વે 3000

માત્ર સંશોધન દરમિયાન મળેલી ચીજ-વસ્તુઓ પર આધારિત 

આ કલ દરમિયાન લેખન અને અક્ષરજ્ઞાનનો અભાવ જોવા મળે છે.

2.આદ્ય ઐતિહાસિક

સમય: ઈ.સ. પૂર્વે 3000 થી ઈ.સ. પૂર્વે 600.

લેખન અને લિપિ મળી આવેલ છે, પરંતુ આ લિપીઓ ઉકેલી શક્યા નથી.

ઉદાહરણ: સિંધુ સભ્યતાની બુસ્ટફેરોન લિપિ(ચિત્રાત્મક લિપિ)

3. ઐતિહાસિક

ઈ.સ. પૂર્વે 600 થી ઈ.સ. સાતમી સદીના અંત સુધી.

લેખન અને લિપિ મળી આવેલ છે, પરંતુ આ લિપીઓ ઉકેલી સકાય છે.

ભારતનો અમૂલ્ય ઇતિહાસ

       દેશ                  નદી                    સભ્યતા 

  1  ભારત              સિંધુ                       સિંધુ 

   2 દ. આફ્રિકા      નાઇલ                    મિસર 

   3 ચીન               હવાન્ગ હો               ચીની 

   4 ઈરાન     ટાઈગ્રીસ અને યુક્રેટિસ  મેસોપોટેમીયા 

સિંધુ સંસ્કૃતિની શોધ

સૌ પ્રથમ હડપ્પા પર પ્રકાશ પાડનાર વ્યક્તિ: ચાર્લ્સ મેસન – વર્ષ: 1826

1856 કનિંગહામ દ્વારા સિંધુ સભ્યતાના વિસ્તાર પર પ્રકાશ પડ્યો 

સ્થળ: પંજાબ (લાહોર થી કરાચી)

કામ: રેલવે પાટા નાખવાના કામ દરમિયાન 

મદદ કરનાર : જોન બાર્ટન અને વિલિયમ બાર્ટન   

ASI (આર્કિઓલોજી સર્વે ઓફ ઇન્ડિયા) – સ્થાપના વર્ષ: 1861

1861ના વર્ષે ભારતના વાઇસરોય લોર્ડ કેનિંગ 

1921માં ASI ના અધ્યક્ષ: સર જોન માર્શલ 

નામ: વસંત શિદે 

યુનિવર્સીટી: ડેક્કન યુનિવર્સીટી 

સંશોધન: રાખીગઢી(હરિયાણા નો હિસાર જિલ્લો

સમયગાળો:  સમયગાળો: ઈ.સ. પૂર્વે 2350 થી ઈ.સ. પૂર્વે 1750

સિંધુ સભ્યતાનું નગર આયોજન 

મુખ્ય 2 ભાગ માં વિભાજીત હતા (1). ઉપલું નગર (પશ્ચિમિ નગર) (2). નીચલું નગર (પૂર્વી નગર) 

અપવાદ: હડપ્પા સંસ્કૃતિના બે નગરો જે ત્રણ ભાગ માં વહેંચાયેલ છે. 1. મોહે-જો-દડો 2.ધોળાવીરા 

હડપ્પાના તમામ શહેરો પૈકી બધાજ શહેરોમાં રસ્તાઓ કાચા 

અપવાદ: મોહે જો દડો (પાકા રસ્તા, રાજધાની હોય સકતે

દરવાજાઓ મુખ્ય માર્ગ ને બદલે અંદરની શેરી માં ખુલતા હતા.

અપવાદ: લોથલ 

મુખ્ય લક્ષણ: ગટર યોજના

ઇતિહાસકારો ના માટે પ્રમાણે સિંધુ સંસ્કૃતિ ના 3 પાટનગર હશે.

1. મોહે-જો-દડો 

2. હડપ્પા 

3. કાલીબંગન 

સિંધુ સભ્યતા ભૌગોલિક રીતે જોઈએ તો ઉત્તર થી જમ્મુકાશ્મીર ના માંડા થી દક્ષિણ માં મહારાષ્ટ્ર ના દાયમાબાદ સુધી અને પૂર્વમાં ઉત્તરપ્રદેશ ના અલામગીર થી પાકિસ્તાનમાં બલુચિસ્તાન ના સુક્તગેંડોરના પ્રદેશ સુધી છે. (ટૂંક માં કહીયે તો ઉત્તરમાં હિમાલય થી દક્ષિણમાં ગોદાવરી તટ સુધી અને પૂર્વમાં મેરઠ થી લઈને પશ્ચિમ માં માકરણ તટ સુધી નો વિસ્તાર છે.) 

કુલ 3 દેશ માં જોવા મળે છે 

1. ભારત 

2. પાકિસ્તાન 

3. અફઘનીસ્તાન 

સિંધુ સભ્યતા નો આકાર ત્રિભુજકાર છે.

(સિંધુ સંસ્કૃતિ ના મુખ્ય મુદ્દા)

પાક: ઘઉં, જવ

અજાણ: લોખંડ, ઘોડો, શેરડી, સિંહ 

પ્રિય પશુ: એક ખૂંદ વાળો બળદ 

પ્રિય પક્ષી: બતક 

પવિત્ર વૃક્ષ: પીપળો (પર્ણની છાપ એમની મુદ્રામાંથી મળી આવેલ છે) 

ધાર્મિક જીવન: આ સભ્યતામાં કોઈપણ ધાર્મિક સ્થળ મળ્યું નથી 

પવિત્ર ચિન્હ: સ્વસ્તિક 

અગ્નિકુંડ ના અવષેશો લોથલ અને કાલીબંગન માંથી મળી આવેલ છે.

આ સભ્યતા દરમિયાન મળેલી મૂર્તિઓમાં સૌથી વધારે પ્રમાણ માં સ્ત્રીઓની મૂર્તિ મળી છે. જેના પર થી કહી શકાય કે આ સભ્યતા દરમિયાન સ્ત્રી પ્રધાન સમાજ હશે.

ફળદ્રુપતા ની દેવી ની મૂર્તિ મળી આવેલ છે જે આ સભ્યતા ના લોકો પ્રકૃતિ પ્રેમી કે પૂજક હશે એવું દાર્શવે છે. 

તાવીજો મળી આવેલ છે જે પર થી કહી શકાય કે તે લોકો જાદુ-ટોણા માં વિશ્વાસ રાખતા હશે.

એ સમયમાં પણ માણસ ના મૃત્યુ પછી તેની દફનવિધિ અને અગ્નિસંસ્કાર બંને વિધિ પ્રચલિત હતી.

મોહે-જો-દડો

વર્ષ: 1922

સ્થળ: સિંધનો લારખાના જિલ્લો 

નદી: સિંધુ 

શોધક: રાખાલદાસ બેનર્જી (વડપણ: સર જોન માર્શલ-ASI ના અધ્યક્ષ)

વિશષતા: હડપ્પાનું સૌથી પ્રાચીન સ્થળ માનવામાં આવે છે. 

ઉપનામ: મરેલાઓનો ટેકરો, રણ પ્રદેશ નો બગીચો 

મોહે-જો-દડો માંથી મળેલા અવષેશો 

સિંધુ સભ્યતામાં સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન અહીંયા હોય શકે છે. 

અહીં થી જાહેર સ્નાનાગાર મળી આવેલ છે જેનું તળિયું બિટુમીન કોલસા પ્લાસ્ટર કરાયેલ જોવા મળે છે જે પાણી સોસાય ના જાય એના માટે ઉપયોગ માં લેવાય છે અને પર થી અનુમાન લગાવી શકાય કે તાઓ વિજ્ઞાન માં પણ સારા નિપુણ હશે. 

શેલખડી(સફેદ પથ્થર) માંથી બનેલ માનવ પૂતળું(પુરોહિત) મળી આવેલ છે જેમણે સુતરાઉ કાપડનું વસ્ત્ર પહેરેલું છે જે જણાવે કે તેઓ કપાસ થી જાણકાર હશે. કપાસ ને તેઓ સીંડન કેહતા હતા. 

કાંસા ની ધાતુમાંથી બનેલી નર્તકી ની મૂર્તિ મળી આવેલ છે. (આ દાર્શવે છે કે તાઓ ધાતુ વિદ્યા માં પણ ઘણા આગળ હશે)

સપ્ત માતૃકા( સાત લોકો એક લઈને માં ઉભેલ હોય)

સૌથી વધુ માનવ કંકાલ અહીં થી મળી આવેલ છે.  

લોથલ 

વર્ષ: 1954

સ્થળ: ગુજરાત( અમદાવાદ ના ધોળકા જિલ્લા ના સરગવાળા ગામ નજીક)

નદી: ભોગાવોના કિનારે, (ભોગાવો અને સાબરમતી વચ્ચે)

શોધક:એસ. આર. રાઓ (શિકારીપુરા રંગનાથ રાઓ)

વિશેષતા: વેપારી નગર 

ઉપનામ: લાશનો ઢગલો

લોથલમાંથી મળેલ અવષેશો 

લોથલમાંથી ધક્કો તેમજ વહાણ લાંગરવા માટેના લંગર ના પુરાવા મળ્યા છે જેથી લોથલને વિશ્વ નું સૌથી પ્રાચીન બંદર માની શકાય 

લોથલનો મિસર તેમજ મેસોપોટેમીયા સાથે સીધો વેપાર હોવાના પુરાવા મળ્યા છે. 

મણકા બનાવવાની તેમજ શારવાની ફેક્ટરી મળી છે.  

(નોંધ: એક મળેલ શિલાલેખ(ઇ.સ. પૂર્વે 2350) કે અક્કડ ના રાજા સારાગોન નો છે જેમની માહિતી પ્રમાણે અનુસાર એમને એવું કીધું છે કે મેલુહા(સિંધુ), મુગન(મકરણ તટ) , અને દીલમુન (બેહરીન, ઈરાન) સાથે સીધો વેપારી સંબંધ હતો.

અગ્નિપૂજા ના અવશેષો કાલીબંગન ઉપરાંત લોથલમાંથી પણ મળેલ છે.

લોથલમાંથી દિશાશોધક યંત્ર મળેલ છે. (સમુદ્ર વ્યાપાર માટે ઉપયોગી) 

21 જેટલા માનવ હાડપિંજર (યુગમ)

મગજ ની શસ્ત્રક્રિયાનો સૌથી પ્રાચીન પુરાવા 

હેરિટેજ સંગ્રહાલય

ચાન્હુદડો 

વર્ષ: 1931

સ્થળ: સિંધ

જિલ્લો: લારખાના 

નદી: સિંધુ

અવષેશો: 1. લિપસ્ટિક, 2. મણકા બનાવવાનું કારખાનું, 3. માછલી પકડવાનો હુક

હડપ્પા

હડપ્પાનો અર્થ શિવ નું ભોજન

વર્ષ: 1921

પ્રદેશ: પંજાબ( મોન્ટીગોમરી જિલ્લો)

નદી: રાવી 

શોધક: દયારામ સાહની 

વડપણ: જ્હોન માર્શલ/ કર્નલ મેકે 

મદદ કરનાર : માધોસ્વરૂપ વત્સ 

ઉપનામ: Gateway CIty 

ચાવી: હદ માં રમો (હ- હડપ્પા, દ- દયારામ સાહની, માં- ASI અધ્યક્ષ સર જોન માર્શલ, ર- રખાલદાસ બેનરજી મોં- મોહે-જો-દડો 

હડપ્પાની મહત્વતા

કબ્રસ્તાન 

અનાજ દળવાની ઘંટી

ઘઉં/ જવ ના નમૂના

લાલ પથ્થરમાંથી બનેલું પુરુષ નું માથા વગર નું ધડ

મ્હોર પર દર્શાવેલ પશુ( એક શૃંગી પશુ  

સ્વસ્તિક 

ચક્ર 

મેસોપોટેમીયા સાથે વેપાર ના પુરાવા 

માર્ટિન વ્હિલર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઋગ્વેદ મેં એક શહેર નો ઉલ્લેખ છે જેનું નામ હરીયુપીયુ છે, અને આજ હરીયુપીયુ શહેર હડપ્પા છે.

સ્ટુઅર્ટ પિગટ હડપ્પા એક અર્ધ ઔદ્યોગિક નગર હોય શકે છે. (અર્ધ ઔદ્યોગિક એટલે માનવ વસાહત અને  ઉદ્યોગ વેપાર પણ હોય)

કાલીબંગન 

વર્ષ: 1953 

સ્થળ: રાજસ્થાનના ગંગાનગર જિલ્લા માં 

નદી: ઘઘર

મળેલા અવષેશો : 1. અગ્નિકુંડ 2. ખેડાયેલ ખેતર ના અવષેશો 3. કાલા રંગની બંગડીઓ 

(નોંધ: ખેડાયેલ ખેતર ના અવષેશો પર થી કહી શકાય કે કાલીબંગન સિંધુ સભ્યતાનું કૃષિ ક્રાંતિ નું મહત્વનું કેન્દ્ર હોઈ શકે.)

કેટલાક ઇતિહાસકારો તેને સિંધુ સભ્યતાની ત્રીજી રાજધાની માને છે.

કાલીબંગનની મહત્વતા 

મકાનો અને કિલ્લાના નિર્માણમાં કાચી ઈંટોનો ઉપયોગ થયો હોવાના કારણે તેને ‘ગરીબોની નગરી’ તરીકે ઓળખવામાં આવે છે. 

સિંધુ સભ્યતાનું કૃષિક્રાંતિનું મુખ્ય મથક હતું.

શબના અંતિમ સંસ્કારની ત્રણ વિધિના પુરાવા અહીંથી મળી આવેલ છે. 

રોપડ

વર્ષ: 1953

સ્થળ: પંજાબ 

 નદી: સતલજ 

સ્વતંત્રતા બાદ ભારતમાં શોધાયેલ પ્રથમ સ્થળ છે.

રાખીગઢી 

વર્ષ: 1969

સ્થળ: હરિયાણા 

શોધક: સુરાજભાણ ભગવાનદાસ 

વિશેષતા:ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ 

નોંધ: મે 2012માં ગ્લોબલ હેરિટેજ ફંડ દ્વારા તેને એશિયાના એવા 10 વિરાસત સ્થળોની સૂચિમાં સમાવવામાં આવ્યા છે જેનો ભવિષ્યમાં નાશ થવાનો ખતરો છે. 

Sindhu End

સિંધુ  સંસ્કૃતિ ના અંતનો ઈ.સ. પૂર્વે 1750 માં આવ્યો.

આ બાદ ઈ.સ. 1500ની આસપાસ ભારતમાં એક નવી જ પ્રજાનો પ્રવેશ થયો જેને સમજવા માટે બે ભાગ પાડવામાં આવે છે 

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.