ભારતની ભૂગોળ – સ્થાન અને સીમા | ભૌગોલિક સ્થાન અને સીમા

ભૌગોલિક સ્થાન અને સીમા 

Geographical location and boundary

ભારતનું ક્ષેત્રફળ: 32,87,263 ચો.કિ.મી 

ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં 7મું સ્થાન (કુલ ભૂમિના 2.4%)

(રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા)

ઉત્તર-દક્ષિણ લંબાઈ: 3214 KM 

પૂર્વ પશ્ચિમ લંબાઈ: 2933 KM

ભૌગોલિક સ્થાન: 

8°4′ થી 37°6′ ઉત્તર અક્ષાંસ

68°7′ થી 97°25′ પૂર્વ રેખાંશ 

ભારતના અંતિમ બિંદુઓ:

ઉત્તર: ઇન્દોર કોલ (JK)

દક્ષિણ: ઇન્દિરા પોઇન્ટ (ગ્રેટ નિકોબાર) (જૂનું નામ : પીગમેલિયન પોઇન્ટ)

પૂર્વ: વાલાંગુ (અરુણાચલ પ્રદેશ)

પશ્ચિમ: સિરક્રિક (કચ્છ, ગુજરાત)

ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે લગભગ 30 ડિગ્રી રેખાંશનો તફાવત હોવાથી બંને સ્થળોના સ્થાનિક સમયમાં 2 કલાક નો તફાવત જોવા મળે છે તેથી 80°30 ડિગ્રી પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને દેશના પ્રમાણ સમય તરીકે જાહેર કરેલ છે. 

આ રેખા ઉત્તરપ્રદેશના “મિર્ઝાપુર” માંથી પસાર થાય છે. 

આ રેખા ભારતના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિસા, અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. 

છત્તીસગઢ રાજ્યમાં કર્કવૃત રેખા એ સમરેખા ને છેડે છે.

ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના  ડોંગ ગામે થાય છે અને છેલ્લે સૂર્યાસ્ત ગુજરાતના કચ્છ જિલ્લામાં થાય છે.

કર્કવૃત રેખા 

ભારતની મધ્યમાંથી 23°4′ ડિગ્રી ઉત્તર અક્ષાંસથી કર્કવૃત રેખા પસાર થાય છે.

તે ભારતના આંઠ રાજ્યો “ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પ.બંગાળ, ત્રિપુરા, મિઝોરમ” માંથી પસાર થાય છે. (ટ્રીક: મમ્મી પણ ગુજરાતી છે)

તે એકમાત્ર ઝારખંડની રાજધાની “રાંચી”માંથી પસાર થાય છે. 

તે મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન મહાકાલ પર થી પસાર થાય છે. 

ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. (અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ)

(ટ્રીક: અસા ગામે પાક)

આ સાથે જે ગુજરાતમાં ધીણોધર ડુંગર, પ્રતિજ, મોઢેરા સૂર્યમંદિર પરથી પસાર થાય છે.  

મહી નદી કર્કવૃતને બે વાર કાપે છે.

ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશો 

વર્તમાન ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિતપ્રદેશો છે.

વર્ષ 2014માં છેલ્લું રાજ્ય “તેલંગાણા” આંધ્રપ્રદેશમાંથી બનાવવામાં આવ્યું.

વર્ષ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન કરી JK અને લદાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ ની રચના કરાઈ.

ડિસેમ્બર 2019માં દીવ, દમણ અને દાદરા નગર હવેલીને ભેગું કરી એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયું.

1. જમ્મુ કશ્મીર 

2. લદાખ 

3. દાદરાનગર હવેલી, દીવ અને દમણ 

4. દિલ્હી 

5. પુડુચેરી (કરાઇકલ, માંહે, ચનમ)

6. ચંદીગઢ 

7. અંદમાન નિકોબાર 

8. લક્ષ્યદ્વીપ 

દિલ્હી NCR (National Capital Region)

પ્લાંનિંગ બોર્ડ અધિનિયમ 1985 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી તથા હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના સરહદી જિલ્લાઓને ભેગા કરીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. 

રાજસ્થાનની સિમા દિલ્હીને લાગુ પડતી નથી પરંતુ રાજસ્થાનના બે જિલ્લા “અલવર અને ભરતપુર” NCRમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. 

રાજસ્થાનના 2 જિલ્લા હરિયાણાના 3 જિલ્લા અને ઉત્તરપ્રદેશ ના 8 જિલ્લા આમ કુલ 23 જિલ્લા જોડીને NCR બનાવાયું છે. 

7 સિસ્ટર રાજ્યો 

ભારતની પૂર્વમાં આવેલા 7 રાજ્યોને “7 Sister State” કહેવામાં આવે છે. 

રાજ્ય                        રાજધાની 

ત્રિપુરા                       અગરતાલ 

અરુણાચલ પ્રદેશ       ઇટાનગર 

અસમ                        દિસપુર 

મેઘાલય                      શિલોન્ગ 

મિઝોરમ                     આઈઝોલ 

મણિપુર                      ઇમ્ફાલ 

નાગાલેન્ડ                    કોહિમા 

આસામ એ 7 સિસ્ટર ના દરેક રાજ્યો સાથે સીમા ધરાવે છે. 

ભારતનું એક માત્ર રાજ્ય ત્રિપુરા જેની ત્રણેય બાજુ બાંગ્લાદેશ ની સરહદ છે.

ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો(સૌથી મોટું સૌથી નાનું)

ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય: રાજસ્થાન 

ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય: ગોવા 

ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું UT: લદાખ 

ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું UT: લક્ષ્યદીપ 

જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય: ઉત્તર પ્રદેશ 

જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય: સિક્કિમ 

ભારતનો સૌથી મોટો જિલ્લો: કચ્છ (ગુજરાત)

ભારતનો સૌથી નાનો જિલ્લો: માંહે(પુડુચેરી)

બીજા રાજ્યો સાથે સૌથી વધારે સરહદ ધરાવતું રાજ્ય: ઉત્તરપ્રદેશ (8 રાજ્યો + દિલ્હી UT)

સૌથી ઓછા રાજ્યો સાથે સરહદ ધરાવતું રાજ્ય: સિક્કિમ (માત્ર પ. બંગાળ)

ભારતની અંતરરાષ્ટ્રીય સીમા 

ભારત 7 રાજ્યો સાથે કુલ 15, 106.7 કિમી લાંબી અંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. 

ભારતના કુલ 18 રાજ્યોની સીમા અન્ય દેશનેં સ્પર્શે છે 

ભારત સૌથી લાંબી અંતરરાષ્ટ્રીય સીમા “બાંગ્લાદેશ” સાથે બનાવે છે. (4096.7 કિમી)

ભારત સૌથી નાની સિમા “અફઘાનિસ્તાન” સાથે POKમાં બનાવે છે. (106 કિમી)

(ટ્રીક: બચપન મેં MBA કિયા)

1. બાંગ્લાદેશ 

2. ચીન 

3. પાકિસ્તાન 

4. નેપાળ 

5. મ્યાનમાર 

6. ભૂટાન 

7. અફઘાનિસ્તાન 

1. ભારત – બાંગ્લાદેશની સિમા

ભારત સાથે સૌથી લાંબી સરહદ: 4096.7 કિમી 

ભારતના 5 રાજ્યો સાથે બોર્ડર બનાવે છે. પ. બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, અને મિઝોરમ. 

વર્ષ 1971 સુધી બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું જેને 1971ના યુદ્ધ પછી સ્વતંત્ર દેશ બનાવાયો. 

બંને દેશો વચ્ચે સીમા અને જમીન ને લઈને ઘણા વિવાદ હતા જેને 6 સપ્ટેમ્બર 2011ના રોજ બંને દેશો આદાન પ્રદાન માટે સહમત થયા જે માટે ભારતે 100મોં બંધારણીય સુધારો 2015 પણ કરેલ છે. 

ભારત – બાંગ્લાદેશ બોર્ડરનું નામ: રેડક્લીફ રેખા 

ભારત બાંગ્લાદેશ સીમાની રક્ષા: BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)

2. ભારત – ચીનની સીમા 

બીજા નંબરની સૌથી લાંબી સિમા: 3488 કિમી 

ભારતના 5 રાજ્યો સાથે બોર્ડર બનાવે છે. લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ.

વર્ષ 1962માં ચીને ભારત પર આક્રમણ કરી કશ્મીરનો 54000 કિમી જેટલો વિસ્તાર પચાવી પડ્યો છે જેને “અક્સાઈ ચીન” કહેવામાં આવે છે. ભારત અને અક્સાઈ ચીન વચ્ચેની સીમાને LAC (Line ઓફ Actual Control) કહે છે. 

લદાખ અને અક્સાઈ ચીન વચ્ચે “ગલવાન નદી” આવેલી છે જ્યાં ગલવાન ઘાટી આવેલી છે. 

પૂર્વમાં ભારત અને ચીન વચ્ચે “મેકમોહન લાઈન” આવેલ છે જે ભૂટાનથી શરુ થઈને મ્યાનમાર બોર્ડર સુધી કહેવામાં આવે છે. (વર્ષ 1913-14 ભારત ના વિદેશ સચિવ સર હેન્રી મેક મોહન દ્વારા ભારત અને તિબેટ વચ્ચે એક સિમલા કરાર કાર્ય હતા તેમના નામ પર)

ભારત – ચીનની સીમાનો રક્ષા: ITBP (Indo-Tibetan Border Police Force)

3. ભારત – પાકિસ્તાનની સીમા 

ત્રીજા નંબરની સૌથી લાંબી સીમા – 3323 કિમી 

ભારતના 5 રાજ્યો/UT સાથે બોર્ડર બનાવે છે – ગુજરાત, રાજસ્થાન, પંજાબ, JK, અને લદાખ 

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947માં રેડક્લિફ સમિતિના ચુકાદા અંતર્ગત “રેડક્લિફ લાઈન” બનાવામાં આવી છે.

વર્ષ 1947માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કશ્મીરના ગિલગીટ, બાલ્ટીસ્તાન  જેવા વિસ્તારમાં કબ્જો જમાવ્યો છે જેને POK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર) કહેવામાં આવે છે.

POK અને કશ્મીરની બોર્ડરને LOC(Line of Control) કહેવામાં આવે છે.

ગુજરાત પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લામાં 512 લાંબી અંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.

સિયાચીન ગ્લેશિયર એ ચીન – પાકિસ્તાન હાઇવેની નજીક સમુદ્ર સપાટીથી 5800 મીટર ઊંચાઈએ આવેલ છે. ભારત આ ગ્લેશિયરના 3/4 ક્ષેત્ર પાર કબ્જો ધરાવે છે જે માટે ભારતે પાકિસ્તાન વિરૃધ્ધ વર્ષ 1984માં “ઓપરેશન મેઘદૂત” ચલાવ્યું હતું.

ભારત પાકિસ્તાન સીમાની રક્ષા: BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)

4. ભારત – નેપાળની સીમા 

ભારત અને ચીન વચ્ચે આવેલો લેન્ડલોક દેશ છે.

છોટા નંબરની સૌથી લાંબી સીમા – 1751 કિમી

ભારતના 5 રાજ્યો/UT સાથે બોર્ડર બનાવે છે. – ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પ.બંગાળ અને સિક્કિમ.

નેપાળ અને ભારત વચ્ચે કાલાપાની ક્ષેત્રને લઈને વિવાદ છે. ભારતનો દાવો છે કે આ ક્ષેત્ર ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાનો હિસ્સો છે જયારે છે. આ ક્ષેત્ર ભારતને લિપુલેખ પાસ સાથે જોડે છે જે પાસ દ્વારા ભારતના લોકો માનસરોવર યાત્રા કરી શકે છે. 

ભારત-નેપાલ બોર્ડરની રક્ષા: SSB (સશત્ર સીમા બળ)  

5. ભારત – મ્યાનમારની સીમા 

પાંચમા નંબરની સૌથી લાંબી સીમા: 1643 કિમી 

ભારતના 4 રાજ્યો સાથે બોર્ડર બનાવે છે – અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ

ભારત-મ્યાનમારની સીમા શાંત અને મૈત્રીપૂર્ણ છે.

મ્યાનમારમાં રોહિગ્યા મુસ્લિમો પર અત્યારના કારણે તે ભારત પૂર્વોત્તર રાજ્યોમાં આવીને વસ્યા છે. 

ભારત – મ્યાનમાર બોર્ડરની રક્ષા: આસામ રાઈફલ્સ 

6.ભારત – ભૂટાનની સીમા 

ભૂટાન સાથે સીમા : 699 કિમી

ભારતના 4 રાજ્યો સાથે ભૂટાનની સરહદ સ્પર્શે છે જેમાં સિક્કિમ, પ.બંગાળ, આસાન અને અરુણાચલ પ્રદેશ નો સમાવેશ થાય છે.

ભારત અને ભૂટાન સાથે કોઈ સીમા વિવાદ નથી અને ભૂટાન – ચીન સીમા પર ભારતીય સૈનિકો હંમેશા તૈયાર રહે છે. 

ડોકલામ ક્ષેત્રે ભૂટાનમાં ભારત-ચીન-ભૂટાન ના ટ્રાઈજંક્સન પર આવેલ છે.

ચીન એકએક ડોકલામ ક્ષેત્રમાં રોડ બનાવવાનું શરુ કરતા ભારતે સૈન્ય મોકલ્યું, આખરે ચીને પોતાનું સૈન્ય પાછું ખેંચવું પડ્યું 

સિલિગુડી કોરિડોર(ચિકન નેક) : પશ્ચિમ બંગાળનો 22KM પહોળાઈનો સાંકળો જમીનભાગ જે 7 સિસ્ટર રાજ્યોને ભારત સાથે જોડે છે.

7. ભારત – અફઘાનિસ્તાનની સીમા 

1947 ભારત – પાકિસ્તાન ભાગલા પહેલા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીમા “ડુરંડ રેખા” કહે છે જે ભાગલા બાદ હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલ છે.

પરંતુ ભારતમાં પણ કશ્મીર અને અફઘાનિસ્તાન વચ્ચે 105 km “ડુરંડ રેખા” આવેલ છે જે POK માં છે. 

ભારતની દરિયાઈ સિમા 

ભારતની અંદમાન નિકોબાર અને લક્ષ્યદ્વીપ ટાપુ સહીતની કુલ દરિયાઈ સીમા: 7516.6 કિમી 

મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા: 6100 કિમી 

ભારતના 9 રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે 

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિસા, પશ્ચિમ બંગાળ

સૌથી લાંબી દરિયાઈ સરહદ ધરાવતું રાજ્ય : ગુજરાત (1600 Km)

સૌથી ટૂંકી દરિયાઈ સરહદ ધરાવતું રાજ્ય : ગોવા 

ભારતની નજીકમાં દરિયાઈ સરહદ ધરાવતો દેશ: શ્રીલંકા

આ સાથે ભારત પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, ઇંડોનેશિયા, થાઇલેંડ, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે દરિયાઈ સીમા ધરાવે છે

ભારત પાકિસ્તાન, બાગ્લાદેશ અને મ્યાનમાર સાથે જમીન અને દરિયાઈ બંને સરહદો ધરાવે ,છે

ભારત અને શ્રીલંકા એક સાંકળી “પાલ્કની સમુદ્રધૂની” દ્રારા અલગ થાય છે.

ભારતનું ધનુષકોડી સ્થળ શ્રીલંકા ના તલાઇમનાર થી માત્ર 29 KM દૂર છે. આ બંને ક્ષેત્રો “એડમબ્રિજ” દ્રારા જોડાયેલા છે ભૂતકાળમાં કચ્ચીતેવું ટાપુ ને લઈને વિવાદ હતો જેને 1974ના કરાર મુજબ શ્રીલંકાને આપવામાં આવ્યો હતો.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.